ભવન આપણા વારસાનો સેતુ, ડાઉનિંગ સ્ટ્રીટમાં પણ વારસાથી ક્યારેય દૂર ગયા ન હતાંઃ અક્ષતા મૂર્તિ
લંડનમાં ભારતીય વિદ્યાભવનના વાર્ષિક દિવાળી ફંડરેઇઝિંગ કાર્યક્રમમાં બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિએ વારસા સાથે જોડાયેલા રહેવામાં ભારતીય વિદ્યા ભવને ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી જણાવ્યું હતું કે ડાઉનિંગ સ્ટ્રીટમાં જીવન દરમિયાન પણ તેઓ પોતાના વારસાથી ક્યારેય દૂર ગયાં ન હતાં.