ભારત સરકારે શુક્રવારે બ્રિટિશ કાળ સમયના દાયકાઓ જૂના શ્રમ કાયદામાં ધરખમ ફેરફાર કરવા માટે ચાર શ્રમ સંહિતા (લેબર કોડ)ને શુક્રવારથી અમલી બનાવ્યા હતાં.સરકાર નવા કાયદાથી કામદારો સંબંધિત નિયમો સરળ બનાવવા, કામદારોના રક્ષણમાં સુધારો કરવા અને રોકાણ માટે સ્થિતિને ઉદાર બનાવવા માંગે છે.જોકે 10 અગ્રણી ટ્રેડ યુનિયનોએ આ નવા કાયદાનો વિરોધ કરીને રાષ્ટ્રવ્યાપી હડતાલની ચીમકી આપી હતી.